પ્રેમ

સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય,
ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય,
બાદબાકી ની તૈયારી હોય તો અને
ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય…

-રશ્મિન ધિયાળ(મરઝી)

અંતર…

શું કહું તને કઈ સમજાતું નથી,
કહેવા ચાહું છું પણ કહેવાતું નથી,
છે બસ બે કદમ દૂર તું મારા થી,
પણ એટલું ય અંતર મારાથી કપાતું નથી……

-રશ્મિન ધિયાળ(મરઝી)

યાદ આવીશ.

હું નથી માનતો તું સહેજે ભૂલી શકીશ,
કોઈ દિવાનો જોશે ને હું યાદ આવીશ.
નથી તેજ તારા ચહેરે હમણાં પહેલાં જેવું,
કોઈ આઈનો ધરશે ને હું યાદ આવીશ.
મારા પ્રેમની કિંમત તમે જાણી શક્યાં ન્હોતાં,
કોઈ ખજાનો મળશે ને હું યાદ આવીશ.

-
રશ્મિન ધિયાળ(મરઝી)

ચાલને ફરી થોડો પ્રેમ કરી લઈએ…

ચાલને થોડો પ્રેમ કરી લિયે ……… (૨)

આજ ફરી આ દુનિયાની ભીડમાંથી એકાંત ચોરી લિયે ……
હાથોમાં હાથ નાખી દરિયા કિનારે ફરી લિયે …….

ચાલને થોડો પ્રેમ કરી લિયે ……… (૨)

આજ ફરી આખોમાં આંખ મિલાવી સપનોની દુનિયા જોઈ લિયે ……
દિલથી દિલ મિલાવી ખાટી મીઠી વાતો કરી લિયે …….

ચાલને થોડો પ્રેમ કરી લિયે ……… (૨)

આજ ફરી છાના માના કોઈ ફિલ્મ જોવા જૈયે …….
ઈશારા ઈશારામાં થોડી મસ્તી કરી લઈયે ……..

ચાલને થોડો પ્રેમ કરી લિયે ……… (૨)

આજ ફરી એક બીજાથી થોડા દિવસો જુદા થઇ જૈયે ……
ટેલીફોન હાથમાં લઈને એક-બીજાના ફોન રીંગની રાહ જોઈ લઈયે …….

ચાલને ફરી થોડો પ્રેમ કરી લિયે …..(૨)

એસેમેસ એસેમેસમાં થોડી લેટ નાઈટ ચેટીંગ કરી લઇયે ……
પાછા કોઈ એક બગીચામાં મળીયે ……(૨)
અને સાથે – સાથે બેસીને બધી વીતેલી યાદો ને, બધી વીતેલી પળોને,
આજે ફરી યાદ કરી લઇયે……..(૨)

ચાલને ફરી થોડો પ્રેમ કરી લઈયે ……..(૨)

આજે બાઈક લઈને એક લોંગ ડ્રાઈવ પર જઈએ ……….
પછી વરસાદની એક- એક બુંદની સાથે ભીંજાવાની મજા તોહ લઈને જોઈએ ……..

ચાલને ફરી થોડો પ્રેમ કરી લઈયે ……..(૨)

આજે પાછા કોઈ શિખર પર ચડી જઈએ …….
મસ્ત ઠંડી હવામાં પન્ચીની જેમ ગગન ચૂમી લઈયે ………

ચાલને ફરી થોડો પ્રેમ કરી લઈયે ……..(૨)

આજે આખી બારાખડી વાચી લઇયે …….
એક-એક અક્સરને ભેગા કરી કોઈ ગઝલ બનાવી લઇયે ……..

ચાલને ફરી થોડો પ્રેમ કરી લઈયે ……..(૨)

આજે શાત સુરને ભેગા કરી લઈએ ……..
પછી આપડા પ્રેમનું કોઈ નવું સંગીત સજાવીએ ……..

ચાલને ફરી થોડો પ્રેમ કરી લઈયે ……..(૨)
ચાલને ફરી થોડો પ્રેમ કરી લઈયે ……..(૨)

—- જતીન હ. ટાંક

ખાસ….

ભલે તું હોય મારાથી ઉદાસ,
પણ માની જશે એની છે મને આશ,
કેમ કે તું છે મારા માટે ખાસ,
ને તારા થી જ છે મારા જીવનમાં મીઠાશ
…………..
મુક્તા મેઘા

હૃદય

હૃદયને રસ્તે હું જન્મ્યો હતો, ખબર છે તને ?
રુદનને બદલે હું મલક્યો હતો, ખબર છે તને ?
હું તારી લટને કિનારે જ આવીને અટક્યો
ક્ષિતિજના ઢાળથી લપસ્યો હતો, ખબર છે તને ?
બિચારા ઈવ કે આદમને કંઈ ખબર ન્હોતી
પ્રણય મેં એમને શીખવ્યો હતો, ખબર છે તને ?
એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં,
હું બૂમ પાડીને બોલ્યો હતો, ખબર છે તને ?
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને ?

અમિતકુમાર એમ. રાવલ (સુરત – ઉધના)

તમારી ગલીયોમાં…

તમારી ગલીયોમાં હવે રોશની ક્યાં છે?
ખીલેલ ચાંદમાં હવે ઉજાસ ક્યાં છે?
બસ, રસ્તા બદલ્યા છે માસૂમની ભીનાશ ક્યાં છે?
હવે એ ગલીયોમાં તમારી તસ્વીર ક્યાં છે?